સુરતમાં ફરાર આરોપી ઝડપાયા
લાખોના દારૂના ગુનામાં આરોપી ફરાર હતા
પોલીસે ઉત્તમ બંકીમ કરની ધરપકડ
ભેસ્તાન પોલીસ મથકમાં ઝડપાયેલા લાખોના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે એવી બાતમી મળી હતી કે ગત 31 ઓગષ્ટના રોજ ભેસ્તાન પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા 12 લાખ 98 હજારના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઉન વિસ્તારમાં હોવાની માહિતી મળતા ત્યાંથી ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપી ઉત્તમ બંકીમ કરને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો ભેસ્તાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
