સુરતમાં:ફટાકડાથી આખું પોલીસ સ્ટેશન ભરાઈ ગયું
અમરોલી પોલીસે પાંચ ફ્લેટમાં રાખેલો વિસ્ફોટક ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો,
લોકોની જિંદગી જોખમમાં મૂકનાર બેની ધરપકડ
સુરતમાં દિવાળી સમયે લાયસન્સ વગર અનેક લોકો ફટાકડાનુ વેચાણ કરે છે અને કોઈ સેફ્ટી પણ રાખતા ન હોય જેને લઈ સુરતની અમરોલી પોલીસે સેફ્ટી રાખ્યા વગર લાયસન્સે ફટાકડાનુ વેચાણ કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના આદેશને લઈ અમરોલી પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમરોલી પોલીસે કોસાડ આવાસ માં દોરડા પાડી ત્યાંથી એક મહિલા સંગીતાબેન અનિલ અશોક વાઘરી તથા મનોજ ચતુર દેવીપુજકને ઝડપી પાડી તેઓના મકાનની ઝડતી લેતા તેમાંથી 8 કોઈ પણ સેફ્ટી વગર અને વિવિધ વિભાગોમાંથી લેવાની પરવાનગી વગર ગેરકાયદે સંગ્રહ કરાયેલ ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી અમરોલી પોલીસે મહિલા સહિત બન્નેની ધરપકડ કરી ફટાકડા સહિતનો 8 લાખ 59 હજારથી ધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
