બારડોલીના તેંન ગામે મહિલા ની હત્યા નો મામલો

Featured Video Play Icon
Spread the love

બારડોલીના તેંન ગામે મહિલા ની હત્યા નો મામલો
તાલુકાના તેંન ગામે વિધવાની હત્યા નો ભેદ ઉકેલાયો
શેરડીના ખેતર માંથી જયોતી રાઠોડ નામની મહિલાનો મૃતદેહ મળ્યો હતો
ગણતરીના દિવસો ગ્રામ્ય પોલીસે ભેદઉકેલી આરોપીની કરી ધરપકડ…

બારડોલી તાલુકા ના તેંન ગામે વિધવાની હત્યા નો ભેદ ઉકેલાયો હતો. ત્રણ દિવસ અગાઉ તેન ગામ ની જ્યોતિ રાઠોડ નામની મહિલા ની હત્યા કરી પ્રેમી ભાગી છૂટ્યો થઇ ગયો હતો. બારડોલી પોલીસે આરોપી ની ઉદયપુર થી ધરપકડ કરી લેવાય હતી.

બારડોલી ના તેંન ગામે શેરડી ના ખેતર માંથી એક મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાબતે સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા એલ સી બી પોલીસ પણ દોડતી થઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ચાર અલગ અલગ ટીમો બનાવી ઝડપી તપાસના આદેશ આપ્યા હતા. હત્યાના સ્થળેથી મોબાઇલ અને ચપ્પુ મળતા એફ.એસ.એલ. પરીક્ષણ કરાયું હતું. તેમજ કોલ ડિટેઇલ્સ પણ ચકાસવામાં આવી હતી. જિલ્લા એલ.સી.બી. અને બારડોલી ટાઉન પોલીસની સંયુક્ત ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી હતી. સમગ્ર ઘટના માં આરોપી ને ઉદયપુર નજીક થી ઝડપી લેવાયો હતો. જેનું નામ કમલ ભમરું ભીલ ની અટકાયત કરાઈ હતી. જેની પ્રાથમિક પૂછપરછ માં હત્યા નું કારણ સામે આવ્યું હતું. મૃતક જ્યોતિ રાઠોડ બારડોલી ના ધીરજ સન્સ પાસે આવેલી જશોદા કાઠિયાવાડી થાળ હોટલમાં નોકરી કરતી હતી. નોકરી દરમિયાન તેની ઓળખ ત્યાં કામ કરતા વેઈટર કમલ ભમરૂ ભીલ સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી રાત્રે જ કમલે સમાધાન કરવા માટે જ્યોતિને બોલાવી હતી. કમલ જ્યોતિ સાથે પ્રેમ સંબંધ માં હતો. પરંતુ કાજલ સંબંધ તોડી નાખતા આરોપી પ્રેમી એ ચપ્પુ વડે આડેધડ ઘા મારી તેણી ની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *