સુરતમાં આઈટી વિભાગની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આઈટી વિભાગની મોટી કાર્યવાહી
નામચીન ઉદ્યોગપતિઓના ઠેકાણે સર્ચ ઓપરેશન
લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રુપ પર કાર્યવાહી

સુરતમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ઉદ્યોગપતિઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. લક્ષ્મી ડાયમંડ, મહાકાલ ગ્રુપ સહિતને ત્યાં પડાયેલા દરોડાને લઈ ચકચાર મચી ગઈ હતી.

સુરત ઇન્કમટેક્સ વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા આજે 28 જાન્યુઆરી, 2026 વહેલી સવારથી જ શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ પર આકરાં પગલાં લેતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરૂણ ભગત તથા પ્રવિણ ભૂત, તેમજ લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજેરાને નિશાન બનાવવામાં આવ્યા છે. આઈટી વિભાગના અધિકારીઓના મોટા કાફલાએ આ તમામ ઉદ્યોગપતિઓના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *