સુરત : સહારા દરવાજા નજીક ફ્રૂટ માર્કેટમાં ભીષણ આગ
એપીએમસી ફ્રૂટ માર્કેટમાં આગથી અફરાતફરી,
ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સહારા દરવાજા ખાતે આવેલ મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી પ્લાસ્ટિકના બેરેકને લઈ આગ વિકરાળ બની હતી જેને લઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો.
સુરતમાં ફરી ભીષણ આગની ઘટના બની હતી. સુરતના સહારા દરવાજા પાસે એપીએમસી માર્કેટ નજીક આવેલ મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગી હતી. તો આગ વિક્રળ હોવાથી દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા જેને લઈ પાંચ ફાયરની ગાડી ઘટના સ્થળે પોહચી હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો. ફ્રુટ માર્કેટના દુકાનદારએ એસએમસી અને મસ્જિદની જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કરેલો હતો અને ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભું કરી ગોડાઉન બનાવ્યુ હતું ત્યાં જ આગ લાગી હતી. જો કે આગમાં કોઈ જાનહાની કે ઈજાગ્રસ્ત ન થતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો પરંતુ આગમાં ભારે નુકશાન થયુ હતું. વહેલી સવારે બનેલી ઘટનાને લઈ આખા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યુ હતું.
