સુરતમાં કેપ્ટિવ સોલાર પ્લાન્ટના વારંવાર કર્ટેલમેન્ટથી ઉદ્યોગકારોમાં રોષ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કેપ્ટિવ સોલાર પ્લાન્ટના વારંવાર કર્ટેલમેન્ટથી ઉદ્યોગકારોમાં રોષ
સોલાર પ્લાન્ટનું વીજ ઉત્પાદન વારંવાર અટકાવાતા ઉદ્યોગોને ફટકો
ઉર્જા વિભાગની મંજૂરી બાદ પણ સોલાર વીજ ઉત્પાદન બંધ કરાયાનો આક્ષેપ

સુરતમાં કેપ્ટિવ સોલાર પ્લાન્ટના વારંવારના કર્ટેલમેન્ટ મુદ્દે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉર્જા વિભાગની પૂર્વ મંજૂરી બાદ લગાવવામાં આવેલા સોલાર પ્લાન્ટનું વીજ ઉત્પાદન વારંવાર અટકાવી દેવાતા સ્થાનિક એમએસએમઈ એકમોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.

સુરતમાં કેપ્ટિવ સોલાર પ્લાન્ટમાં વારંવાર કર્ટેલમેન્ટ મુદ્દે હવે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો છે. વીજ ઉત્પાદન ઠપ થવાના કારણે રોજેરોજ નુકસાન સહન કરવાનો વારો આવતાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ઉદ્યોગકારોનું કહેવું છે કે, નિયમોનું પાલન કરીને સોલાર પ્લાન્ટ લગાવ્યા હોવા છતાં વારંવાર કર્ટેલમેન્ટની સમસ્યા સર્જાઈ રહી છે. એક તરફ ઉદ્યોગોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ સોલાર વીજ ઉત્પાદન અટકવાથી પર્યાવરણીય લક્ષ્યોને પણ અસર થઈ રહી છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે એમએસએમઈ ઉદ્યોગકારોનું પ્રતિનિધિમંડળ ડીજીવીસીએલના એમડી  સમક્ષ રૂબરૂ પહોંચ્યું હતું અને તાત્કાલિક નિરાકરણ તથા ન્યાયની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *