રાજકોટ બી.એ.ડાંગર કોલેજના વિદ્યાર્થીનો જીવન ટૂંકાવવાનો કેસ
કોલેજના આનલ મેતાએ આપ્યું નિવેદન
કોલેજ પાસ કરાવવા નથી લેતી લાંચ
રાજકોટની બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજના સ્ટુડન્ટે પોતાના હાથેથી ઈન્જેક્શન લગાવી 26 ઓગસ્ટે આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીની આત્મહત્યા બાદ તેમનાં પરિવારજનો દ્વારા કોલેજના સંચાલકો પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે કોલેજ દ્વારા વિદ્યાર્થીને પાસ કરાવવા 10 હજારની માગ કરવામાં આવી હતી, 3000 ન આપી શકતાં પરીક્ષામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
તારીખ 27 ઓગસ્ટે કોલેજના કેમ્પસ ડાયરેક્ટરે સ્વીકાર્યું હતું કે મારા નામે હરેશ નામના વિદ્યાર્થીએ મૃતક પાસેથી પૈસા લીધા હતા. તેમના દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો અને વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાડી મૂક્યાની વાતને પણ ખોટી ગણાવી હતી, જોકે ડાયરેક્ટર દ્વારા હરેશ જોગરાજિયાનું નામ આપતાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. ડાંગર કોલેજના કેમ્પસ ડાયરેક્ટર આત્મન મેતાએ મારી સામે જે આક્ષેપ કર્યા છે એ તદ્દન ખોટા છે. આત્મન મેતાએ મને ફસાવવા માટે આ એક ટ્રેપ કરી હતી. મંગળવારે રાત્રે મારા એક મિત્ર મારફત મને ફોન કરવામાં આવ્યો હતો કે અમે તમને એડવાન્સ 35 હજાર રૂપિયા આપીશું. અમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાસ કરાવવા માટે સેટિંગ કરાવી આપો, જેથી મેં એવું કહ્યું કે એવું કંઈ થાય નહીં અને મારા જાણીતામાં એવું કોઈ છે પણ નહીં. આ મામલે કોલેજના આનલ મેતાનું નિવેદન સામે આવ્યું છે સમર્પણ ચેરિટેબલ એજ્યુકેશનલ મેડિકલ એન્ડ રિસર્ચ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 23 વર્ષથી રાજકોટના જામનગર રોડ ઉપર પરાપીપળિયા પાસે બચુભાઈ આલાભાઈ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ચલાવવામાં આવે છે, જોકે આ કોલેજ વર્ષોથી વિવાદમાં આવતી રહી છે. 7 વર્ષ પહેલાં આ કોલેજ દ્વારા ધો. 12ની અન્ય રાજ્યની બોગસ ડિગ્રીના આધારે 41 વિદ્યાર્થીને હોમિયોપેથી કોર્સમાં પ્રવેશ અપાવ્યા હતા. આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં કોલેજના પ્રિન્સિપાલ અમિતાભ જોષી સહિત 3 શખસની ધરપકડ કરી હતી. આ ઉપરાંત કોલેજમાં હોમિયોપેથિક કાઉન્સિલના ઇન્સ્પેક્શન દરમિયાન અનેક લાલિયાવાડી સામે આવી ચૂકી છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
