સુરતમાં 14 વર્ષનો ગુમ વિદ્યાર્થીની તળાવમાંથી લાશ મળી
વિદ્યાર્થીએ માર મારી ધમકી આપી હતી, પ્રિન્સિપાલે પણ માર્યો : પિતા
એફઆઈઆર ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ
સુરતનાસ ચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ તળાવમાંથી 14 વર્ષના ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો જેને લઈ વિદ્યાર્થીના પિતા દ્વારા શાળામાં અન્ય વિદ્યાર્થીએ માર મારી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં હ્રદય દ્રાવક ઘટના બની છે. જેમાં ગુમ થયેલા 14 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાં તરતો મળી આવ્યો હતો. તો વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતુ કે સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીએ તેને માર માર્યો હતો અને બે દિવસમાં મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જ્યાં સુધી સ્કુલના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થી પર એફઆઈઆર ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર હતો. તો વિદ્યાર્થીના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતા નિષ્પક્ષ તપાસની માંગ પણ મૃતક વિદ્યાર્થીના પિતાએ કરી હતી.