સુરત જિલ્લાના માંડવીમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લાના માંડવીમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ
ધર્મ પરિવર્તન કરાવતા રામજી ચૌધરીની ધરપકડ કરાય
ધે પ્રે ફોર હેવલ એવરલાસ્ટિંગ લાઈફ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પરપકડ કરાયેલા ડોક્ટર અંકિત રામજીભાઈ ચૌધરીના પિતા રામજીભાઈ દુબલભાઈ ચૌધરીની આ કેસમાં પરપકડ કરાતાં ચકચાર મચી હતી. આરોપી રામજી પીપલવાડા સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય છે અને ખ્રિસ્તી ધર્મમાં પાસ્ટર તરીકે પણ કાર્યરત છે.

સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે માંડવી ધર્મ પરિવર્તન કરાવવાના આ કેસની શરૂઆત એક મહિલાની ફરિયાદથી થઈ હતી. ફરિયાદી મહિલાના પતિની સારવાર આરોપી અંકિત ચૌધરીનીમાંડવી ખાતેની ન્યૂ લાઈફ ક્લિનિકમાં ચાલી રહી હતી. આ દરમિયાન અંકિતે ફરિયાદી મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લીધા બાદ તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ક્લિનિકમાં જ તેમની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ અંકિતે ફરિયાદી મહિલા પર દબાણ કર્યું હતું અને આખો પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો જ તે તેમને અને તેમની દીકરીને અપનાવશે અને લગ્ન કરશે. ફરિયાદી મહિલા અને તેમના પરિવારે આ વાતનો ઇનકાર કરતા, આરોપીએ તેમને તરછોડી દીધા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન

ફરિયાદીએ રજૂઆત કરી હતી કે આરોપીના પિતા રામજી ચૌધરી અને અન્ય આરોપીઓએ તેમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું અને લલચાવ્યા હતા. ડીવાયએસપી બી. કે. વનાર દ્વારા તપાસમાં જાણવા મળ્યું હતું કે રામજી દુબલભાઈ ચૌધરી શ્રી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈક ચેરીટેબલ ટ્રસ્ટ’ નામનું ટ્રસ્ટ ચલાવે છે, જે ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારનું કામ કરે છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી રામજી ચૌધરી અને તેના મળતીયાઓ દ્વારા સુયોજિત રીતે ગરીબ અને ભોળી પ્રજાને લલચાવી, ફોસલાવી અને અભાવ ઉત્પન્ન કરીને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. આ ખુલાસા બાદ પોલીસે રામજી ચૌધરીની પરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ પુરાવા મેળવવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *