સુરત જિલ્લાના માંડવીમાં સેવાની દુકાનમાં ફ્રોડનો ધંધો,

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લાના માંડવીમાં સેવાની દુકાનમાં ફ્રોડનો ધંધો,
માંડવીમાં સુવિધા કેન્દ્ર સંચાલિકાના કૌભાંડનો પર્દાફાશ
સાયબર ફ્રોડના નાણાંના કાળા વહીવટમાં મહિલાની ધરપકડ

સાયબર ફ્રોડના ગુનામાં માંડવી એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેણે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને 6,53,105ની છેતરપિંડી કરી હતી. આ કેસમાં અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલી મહિલા આરોપી અઝીઝુન્નીસા, એઝાઝુદ્દીન રીયાઝુદીન શેખ મૂળ વ્યારાની છે

સાયબર ફ્રોડના ગુનામાં માંડવી એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ધરપકડ કરાયેલી મહિલા આરોપી અઝીઝુન્નીસા હાલ માંડવીમાં નાગરિક બેંકની સામેની ગલીમાં રહે છે. તે માંડવી બસ સ્ટેશનની દુકાન નંબર-2 માં બેંક ઓફ બરોડાનું નાગરિક સુવિધા કેન્દ્ર ચલાવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અઝીઝુન્નીસા ગ્રાહકોને સરકારી યોજનાઓનો લાભઅપાવવાની લાલચ આપીને તેમના બેંક ખાતાની પાસબુક અને એટીએમ કાર્ડ પોતાના કબજામાં રાખતી હતી. ત્યારબાદ તે ગ્રાહકોના બેંક ખાતાની વિગતો મુખ્ય આરોપી બેંગ્લોરના મુસાને પૂરી પાડતી હતી. મુખ્ય આરોપી મુસાએ આ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તારીખ 3 ફેબ્રુઆરી, 2024 થી 29 ઓક્ટોબર, 2025 દરમિયાન સાયબર ફ્રોડ દ્વારા કુલ 6,53,105 ની રકમ જમા કરાવી હતી અને ઉપાડી લીધી હતી. આ રકમ મુસા દ્વારા બાઈનાન્સ એપ્લિકેશન દ્વારા USDT ખરીદીને તેના TRC 20 વોલેટમાં મોકલી આપવામાં આવી હતી. અઝીઝુન્નીસાને આ કામ માટે કમિશન મળતું હતું અને સલમાનખાન ફરીદખાન પઠાણ, મુદસ્સમાબી સલમાનખાન પઠાણ અને આમીરખાન ફરીદખાન પઠાણ પણ કમિશન આપવાના આ કામમાં સંડોવાયેલા હતા. હાલમાં ધરપકડ કરાયેલ મહિલા આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય ચાર વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *