સાંસદ મુકેશ દલાલે છેલ છબીલા ગુજરાતી ક્લબ બનાવવા કર્યુ મીટીંગનુ આયોજન
મોટી સંખ્યામાં ગુજરાતી અભિનેતાઓ હાજર રહ્યા
સાંસદ મુકેશ દલાલએ વધુ માહિતી આપી
સુરતના સાંસદ મુકેશ દલાલે ગુજરાતી કલાકારોના પ્રોત્સાહન માટે છેલ છબીલા ગુજરાતી ક્લબ બનાવવા માટે મીટીંગનુ આયોજન કર્યુ હતું.
ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવા અને તેઓની એક ક્લબ બનાવવા માટે સુરતના સાંસદ મુકેશ દલાલ આગળ આવ્યા છે. સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ દ્વારા પ્રાયોજિત ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી કલાકારોના પ્રોત્સાહન માટે માત્ર ગુજરાતી ફિલ્મો માટેની ક્લબ છેલ છબીલા ગુજરાતી બનાવવા માટે એક મીટીંગનુ આયોજન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી અભિનેતાઓ હાજર રહ્યા હતાં. તો આ અંગે મુકેશ દલાલ એ વધુ માહિતી આપી હતી.
