કેશોદમાં લેન્ડ ગ્રેબીંગમાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
યોગીચોક ખાતે રહેતા હેતલકુમાર ઠુંમરને ઝડપી પાડ્યો
જુનાગઢના કેશોદ પોલીસ મથકમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરતમાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓઓને ઝડપી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચીંગ ટીમના માણસોએ બાતમીના આધારે સરથાણાસ ાવલીયા સર્કલ વિસ્તારમાંથી જુનાગઢના કેશોદ પોલીસ મથકમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબીંગના ગુનામાં નાસતા ફરતા મુળ કેશોદનો અને હાલ યોગીચોક ખાતે રહેતા હેતલકુમાર નરોત્તમ ઠુંમરને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો કેશોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
