12 મી ઓગસ્ટથી દશામાના વ્રતનો પ્રારંભ
સુરતના મૂર્તિ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે…
દશામાની મૂર્તિઓના ભાવમાં આશરે 20 ટકાનો વધારો થયો છે
12 મી તારીખથી દશામાના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ તેની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે, 10 દિવસ સુધી ભક્તો દશામાની સ્થાપના કરીને દશામા જીવનની દશા દૂર કરે તેવી મનોકામના કરશે. અષાઢી અમાસે દિવસો ઉપરાંત દશામા વ્રતનો આરંભ થશે. સાથે જ આ પર્વ સાથે વિવિધ તહેવારોની વણઝાર પણ શરૂ થઇ જશે.
12 મી ઓગસ્ટથી 10 દિવસ માટે લોકો દશામાની પ્રતિમાનું 10 દિવસ સુધી ઘરમાં સ્થાપન કરશે. દસ દિવસ સુધી દશા માતાની પૂજા અર્ચના કરીને આ પર્વને અનોખી રીતે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે માતાની દસ દિવસ પૂજા કરવાથી જીવનમાં આવેલી બધી જ દશા દૂર થાય છે. તેની તૈયારીઓ પણ સુરત શહેરમાં શરૂ થઇ ગઈ છે અને ભકતો દ્વારા દશામાની પ્રતિમાની ખરીદી પણ કરવામાં આવી છે. દશામાની પ્રતિમાને ખરીદવા પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રતિમા 100 રૂપિયાથી લઈને 10 હજારની કિંમત સુધી વેચાઈ રહી છે. હાલ મંદીનો માહોલ હોવા છતાં પણ ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો દશામાંનો આ પર્વ ઉજવે છે અને તેને લઈને જ અસંખ્ય પ્રતિમાઓ પણ બજારમાં મુકાય છે.
અષાઢી વ્રતના પ્રારંભ સાથે દિવાસાના તહેવારની પણ ઉજવણી થશે. ઉપરાંત પવિત્ર શ્રાવણ માસનો પણ આરંભ થઇ રહ્યો છે. ત્યારે સુરત શહેરના વિવિધ શિવાલયોમાં પણ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના મૂર્તિ બજારોમાં દશામાની મૂર્તિની ખરીદીનો માહોલ જામ્યો છે. આ વર્ષે દશામાની મૂર્તિઓના ભાવમાં આશરે 20 ટકાનો વધારો થયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
