સુરત : અડાજણના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : અડાજણના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ગુજરાતનાં જૈન દેરાસરોને ટાર્ગેટ કરતી રાજસ્થાનની ‘ગરાસિયા ગેંગ’
નો પર્દાફાશ, 11 ચોરીના ગુનામાંથી 8 ચોરી જૈન દેરાસરમાં કરી

સુરતના અઢાજણ પોલીસ મથક વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાંથી ચોરી કરી ભાગી છુટેલા ગરાસીયા ગેંગના આરોપીને રાજસ્થાનથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગત 11 ઓગષ્ટ 2025ના રોજ વહેલી સવારે અડાજણ રામજી ઓવારા પાસે આવેલ ગુરૂરામ પાવન ભુમિના પરિસરમાં જૈન મંદિરમાંથી ચોરી કરી ભાગી છુટેલી ગરાસીયા ગેંગના રીઢા આરોપીને રાજસ્થાનના પીંડવારા પાસેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી લાડુરામ માલાજી ધનાવત ગરાસીયાને સુરત લાવી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેનો કબ્જો અડાજણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *