દિલ્હીમાં ઉત્તર ગુજરાતના નેતાઓ દિલ્હીમાં ફરિયાદ કરવા પહોંચ્યા

Featured Video Play Icon
Spread the love

દિલ્હીમાં ઉત્તર ગુજરાતના નેતાઓ દિલ્હીમાં ફરિયાદ કરવા પહોંચ્યા
એમપી ગેનીબેન, ધારાસભ્ય કિરીટ પટેલ દિલ્હી દરબારમાં.
દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી સંગઠનના મુદ્દાઓ અંગે રજૂઆત કરી

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનાત્મક મુદ્દાઓને લઈને ફરી એકવાર આંતરિક અસંતોષ સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના જિલ્લા પ્રમુખો, કેટલાક વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો તેમજ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરીને સંગઠનની કાર્યપદ્ધતિ અને તાજેતરની નિમણૂકો અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો છેલ્લા કેટલાક સમયથી સંગઠનમાં થયેલી નિમણૂકો અને જિલ્લા સ્તરે પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા.આ મુદ્દાઓને લઈને હવે નેતાઓએ સીધા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ રજૂઆત કરવાનો માર્ગ અપનાવ્યો છે.

માહિતી અનુસાર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો દિલ્હીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા હતા.આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરી પણ નોંધપાત્ર માનવામાં આવી રહી છે. અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલ સાથે પણ બેઠક કરવાની તૈયારીમાં છે.સાથે જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત માટે પણ સમય માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેથી ગુજરાત કોંગ્રેસના સંગઠનાત્મક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ શકે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *