ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી કરી ધરપકડ
યુપીવાસી મહિલા પાસેથી 88 હજારથી વધુનો ગાંજાનો જથ્થો કબ્જે
ઈચ્છાપોર પોલીસે ગાંજાની હેરાફેરી કરતા મહિલાને રંગેહાથ પકડી સળીયા પાછળ ધકેલી
સુરતની ઈચ્છાપોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે યુપીવાસી મહિલાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 7 અને મદદનીશ પોલીસ કમિશનર એમ ડીવીજનની સુચનાથી ઈચ્છાપોર પી.આઈ. એ.સી. ગોહીલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ઈચ્છાપોર ગામ ગાયત્રી નગર સોસાયટીના બીજા માળે રહેતી મહિલા પાર્વતીબેન સતીષ સુરેન્દ્ર શર્માને ઝડપી પાડી તેની પાસેથી 88 હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ મળી 93 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
