સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી માસુમ પુત્રીનુ મૌત

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી માસુમ પુત્રીનુ મૌત
રાજસ્થાની પરિવારની માસુમ પુત્રીનુ ફીવરના કારણે મોત

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની માસુમ પુત્રીનુ ફીવરના કારણે મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડ્યુ છે.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની નરપત સિંગની પુત્રી પૂજાનુ ફીવરના કારણે મોત થયુ હતું. અંદાજે એક  અઠવાડીયાથી પુજા ફીવરથી પીડાઈ રહી હતી અને તેને પહેલા અક્ષર હોસ્પિટલે ચાર દિવસ સારવાર કરાયા બાદ કિરણ હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તેને નિમોનિયા થયાનુ જાણવા મળ્યુ હતું. અને ત્યાંથી પુજાને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર પર આભ તુટી પડ્યુ હતું. તો મૃતક પુજાના પિતા નરપતસિંગ ચાની હોટલ ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *