સુરતના વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ લઈ ઠગાઈ
વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરવાના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ
વોન્ટેડ આરોપીને અમદાવાદથી સારોલી પોલીસે ઝડપી પાડ્યો
સુરતના વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ લઈ વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરવાના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદથી સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ સારોલી પીઆઈ એસઆર વેકરીયાની સુચનાને લઈ પીએસઆઈ રાણા અને ચૌહાણની ટીમના એએસઆઈ રાધેશ્યામ, ધનંજય, અહેકો અરવિંદ અને પ્રકાશને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકમાં કાપડ વેપારીઓ સાથે 39 લાખ 93 હજારથી વધુની ઠગાઈ આચરનાર ઠગ નરેશકુમાર હીરાલાલ ચોલા ખટીક અને ગૌરવકુમાર મહેશ મકવાણાને અમદાવાદ ખાતે જઈ ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી.
