અમદાવાદમાં રામદેવપીરના મંદિરમાં તોડફોડ.
અજાણ્યા શખસે તાળું તોડી મૂર્તિઓ ખંડીત કરી.
અલ્લાહ હુ અકબરના નારા સાથે વિધર્મીએ કરી તોડફોડ..
‘મંદિર બહાર આવી ‘આજ મેરા અલ્લાહ ખુશ હોગા’ નારા લગાવ્યાં
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં તારીખ 10 સપ્ટેમ્બર વહેલી સવારે રામદેવપીર મંદિરનું તાળું તોડી રઝાક આલમ નામના શખસે તોડફોડ કરી હતી. મંદિરમાં રહેલી રામદેવપીરની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે, સાથે જ હનુમાનજીની મૂર્તિ પણ ઊંધી પાડી દીધી હતી. મંદિરમાંથી બહાર આવીને રઝાકે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હોવાનો પણ મંદિરના પૂજારી, સ્થાનિક લોકો અને વીએચપીએ આક્ષેપ કર્યો છે.
અમદાવાદ બાપુનગરમાં આજે વહેલી સવારે રામદેવપીર મંદિરનું તાળું તોડી રઝાક આલમ નામના શખસે તોડફોડ કરી મંદિરમાં રહેલી રામદેવપીરની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે, સાથે જ હનુમાનજીની મૂર્તિ પણ ઊંધી પાડી દીધી હતી. મંદિરમાંથી બહાર આવીને રઝાકે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હોવાનો પણ મંદિરના પૂજારી, સ્થાનિક લોકો અને VHPએ આક્ષેપ કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તરત જ ભેગા થઈ ગયા હતા અને તે યુવકને પકડી પાડી પોલીસને સોંપ્યો છે. ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માગ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપીની પૂછપરછ શરૂ કરી છે, પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જી. ખાંભલાએ જણાવ્યું હતું કે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોનરિયા બ્લોક આવેલો છે, એની પાસે રોડ ઉપર એક નાની રામદેવજી મહારાજની ડેરી છે. ત્યાં કોઈક અજાણ્યા ઇસમે આજે વહેલી સવારે મૂર્તિને ખંડિત કરી નાખી હતી, જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતાં તરત બાપુનગર પોલીસ તેમજ ગોમતીપુર પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.
પૂજારીએ જણાવ્યું હતું કે આ યુવક રાત્રે દારૂના નશામાં મંદિર પાસે સૂઈ ગયો હતો અને વહેલી સવારે તેણે મંદિરની ડેરીમાં તોડફોડ કરીને મૂર્તિને પણ ખંડિત કરી. તોડફોડ કર્યા બાદ યુવક નશાની હાલતમાં પોતાના ધર્મનાં સૂત્રો પોકારીને મૂર્તિ ખંડિત કરવા બદલ આનંદ વ્યક્ત કરી રહ્યો હતો. આ ઘટના બાદ પૂજારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી, જેના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે યુવકને અટકાયતમાં લીધો હતો. આ મામલે પૂજારીએ ફરિયાદ નોંધાવતાં તજવીજ ચાલુ કરવામાં આવી છે અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે. ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવાનું થાય છે કે કોઈ અજાણ્યો ઈસમ હતો, માનસિક અસ્થિર જેવો લાગતો હતો અને મોડીરાત્રે કંઈક ત્યાં તોડફોડ કરતો હતો અને ત્યાં બાજુમાં જ સૂતો હતો. એટલે લોકોએ જ કંટ્રોલ રૂમમાં જાણ કરીને ઈસમને અહીં લઈ આવ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
