સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
રથયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે શરૂ થઈ
રેલ્વે સ્ટેશનથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી યોજાય રથયાત્રા

સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે શરૂ થઈ હતી. સુરતના રેલ્વે સ્ટેશનથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી યોજાનાર આ રથયાત્રામાં હજારો ભક્તો જય જગન્નાથના નાદ સાથે જોડાયા હતાં.

સુરત શહેરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય નગરચર્યા ભક્તિ અને ઉત્સાહના માહોલમાં શરૂ થઈ હતી. સુરત રેલ્વે સ્ટેશનથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર માર્ગ પર જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને સુરત શહેર ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *