ગુજરાત એટીએસએ સિદ્ધપુરમાંથી ઝડપાયેલા આતંકીઓ મામલે કર્યો ખુલાસો
એટીએસ દ્વારા ગત 13 મીના રોજ એક ગુપ્ત અને મોટી તપાસ કાર્યવાહી કરી હતી
રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિઘ્ન નાખવાના ષડયંત્રનો પર્દાફાશ
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસ દ્વારા ગત 13 મી તારીખના રોજ સિદ્ધપુર શહેરમાં એક ગુપ્ત અને મોટી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર, સિદ્ધપુરના વ્યસ્ત એવા ઝાંપલીપોળ વિસ્તારમાં એટીએસની ટીમ ત્રાટકી હતી અને ત્યાં મોડી સાંજ સુધી એક કટલરીના વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. જે મામલે મોટો ખુલાસો કર્યો છે
પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, કોઈ આતંકી દ્વારા આ કટલરીની દુકાનમાંથી નાના રમકડાંમાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ઝાંપલીપોળ સ્થિત ‘નૂરાની ટેલર્સ’ નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ હાથ ધરાઈ હતી. એટીએસની ટીમ આ શંકાસ્પદ ઇસમને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હિલચાલને પગલે સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે. આ ઓપરેશનના ભાગરૂપે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને પૂછપરછ હાથ ધરાઈ હતી. સ્થાનિક પોલીસને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત ATSએ સિદ્ધપુરમાંથી ઝડપાયેલા આતંકીઓ મામલે કર્યો મોટો ખુલાસો
ATS દ્વારા રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિઘ્ન નાખવા અને સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુલ 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે. ગુજરાતના સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી ૩ અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયા હતા. આજે સિદ્ધપુરમાંથી વધુ 5 જેટલા સંદિગ્ધ ઇસમાને પકડી પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા ATS ટીમોએ બપોરથી જ સિદ્ધપુરમાં તપાસ શરૂ કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
