શેર માર્કેટમાં ટ્રેડીંગ અને ઈન્વેસ્ટેમન્ટમાં નફાની લાલચ આપી છેતરપિંડી
લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરનાર આંતર રાજ્ય ગેંગ
પાંચ ઠગોને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા
શેર માર્કેટમાં ટ્રેડીંગ અને ઈન્વેસ્ટેમન્ટ કરવાથી સારો નફો મળશે તેમ જણાવી ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરનાર આંતર રાજ્ય ગેંગના પાંચ ઠગોને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા હતાં.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટથી મોટો નફો અપાવવાના નામે એક વ્યક્તિને વોટ્સએપ ગ્રુપમાં જોડીને બનાવટી વેબસાઇટ મારફતે ટ્રેડિંગ કરાવવામાં આવ્યું અને અલગ-અલગ બેંક ખાતાઓમાં 26.20 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદ બાદ સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર વાઘેલા અને સાયબર ક્રાઈમના ડીસીપી બિશાખા જૈનની સુચનાને લઈ સુરત સાયબર ક્રાઇમ સેલે ટેક્નિકલ વિશ્લેષણ, ડિજિટલ પુરાવા અને નાણાકીય ટ્રેલના આધારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં રંજન ઉર્ફે સુનિલ પુરણ ખિલારી, સુબાસચંદ્ર દયાનિધી રાઉલો, કૃષ્ણા કુંભાર ઉર્ફે કિશન ગજેન્દ્ર કુભાર, એસ.કે. આલમગીરી અનામોતઅલી અને બસંતસિંહ ઉર્ફે સિંહસર ઉર્ફે બિગબોસ સંજીત સિંહને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં
