ગુજરાતમાં હત્યાના બનાવોમાં સતત વધારો
વિસાવદરના શોભાવડલામાં ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના
મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા
જુનાગઢમાં વિસાવદરના શોભાવડલામાં ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના બની છે. આ બનાવની વિગત મુજબ જૂનાગઢના વિસાવદરના શોભાવડલામાં સગીર ભાઈએ મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી નાંખી છે.
ગુજરાતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જુનાગઢમાં વિસાવદરના શોભાવડલામાં ડબલ મર્ડરના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખોડિયાર આશ્રમમાં જ આ સગીરે બંનેની હત્યા કરી નાંખી હતી. બીજી તરફ મૃતક મહિલાના ભાઈએ ફોન કરતાં મહિલાનો સપર્ક નહીં થતાં તેણે પોલીસને ફોન કર્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે મૃતક મહિલા ગર્ભવતી હતી. વિસાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં હત્યારા સગીર ભાઈએ ભાઈ અને ભાભીની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે પોતાના ઘરમાં ખાડો ખોદી બંનેના મૃતદેહ ત્યાં જ દાટી દીધા હતાં. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ સગીર આરોપીએ આ હત્યાને 12 દિવસ પહેલા અંજામ આપ્યો હતો. પોલીસે સગીર આરોપીની અટકાયત કરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના વિસાવદરના શોભાવડલામાં સગીર ભાઈએ મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી નાંખી છે. આ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખોડિયાર આશ્રમમાં જ આ સગીરે બંનેની હત્યા કરી નાંખી હતી. બીજી તરફ મૃતક મહિલાના ભાઈએ ફોન કરતાં મહિલાનો સપર્ક નહીં થતાં તેણે પોલીસને ફોન કર્યો હતો. સગીર ભાઈએ જ મોટાભાઈ અને ભાભીની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી સગીરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
