વડોદરા ગોરવામાં સાસરિયાઓના ત્રાસથી પરિણીતાએ જિંદગી ટૂંકાવી.
ગોરવા વિસ્તારમાં રહેતી 26 વર્ષની પરિણીતાએ કર્યો આપઘાત.
સાસરીયા મકાન લેવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરતા હતા.
મહારાષ્ટ્રના જલગાવની પરિણીતાએ વડોદરામાં પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. સાસરીયા પરિણીતાને દહેજ માટે ટોર્ચર કરતા હતા અને મકાન લેવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જેથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલુ ભર્યું છે. આ મામલે ગોરવા પોલીસે સાસરીયા સામે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપી પતિ પ્રમોદ પાટીલની ધરપકડ કરી છે.
વર્ષ-2021 માં 26 વર્ષીય પૂજા પાટીલના લગ્ન જલગાવના પ્રમોદ ગોપાલભાઈ પાટીલ સાથે થયા હતા. હાલ દંપતી નોકરી અર્થે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતું હતું. આ દરમિયાન સાસરીયા પરિણીતા પાસે દહેજની સતત માંગણીઓ કરતા હતા અને ત્રાસના કારણે પૂજા પાટીલે પોતાના ઘરમાં દીકરાની હાજરીમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતેના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, લગ્ન બાદથી જ પતિ પ્રમોદ પાટિલ અને તેના સાસરિયાં વારંવાર પૂજા પાસેથી દહેજની માંગણી કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે તેમની દીકરીએ આ પગલુ ભર્યુ છે. ગોરવા પોલીસે આ મામલે મૃતક યુવતીના પતિ પ્રમોદ ગોપાલ પાટીલ, સસરા ગોપાલભાઇ રામચંદ પાટીલ અને નણંદ હેમાંગી નિલેશ પાટીલ સામે દુષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને આરોપી પતિ પ્રમોદ પાટીલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મૃતક યુવતીના કાકા સતિષ પાટીલે રડતા રડતા જણાવ્યું હતું કે, હાઉસિંગ સોસાયટીમાં મારી ભત્રીજીએ સુસાઇડ કરતા તેનું મોત થયું છે. તે જલગાવની રહેવાસી છે અને મારી ભત્રીજી છેલ્લા એક વર્ષથી તેના પતિ સાથે રહેતી હતી. 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. બે-ત્રણ મહિનાથી દહેજ માટે ત્રાસ આપતા હતા અને ઘર લેવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. મારી ભત્રીજી કહેતી હતી કે, પૈસા આપો નહીં તો હું સાસરીમાં જાઉં. અમે તેને સમજાવીને વડોદરા મોકલી હતી અને આગલા મહિને પૈસા આપવાની વાત કરી હતી. અમે તેને પતિ સાથે વડોદરા મોકલ્યાના 5 દિવસમાં આ ઘટના બની છે. એના સાસુ-સસરા અને બે નણંદ ફોન પર ત્રાસ આપતા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
