સુરતમાં જમવા ગયેલા વ્યક્તિઓને કડવો અનુભવ થયો
વરાછાની મેડ ઓવર ગ્રીલનો વિડીયો વાયરલ
હોટલમાં સ્વીટ મીઠાઈમાં ઈયળ દેખાતા લોકોમાં રોષ
સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતી હોટલનો વિડીયો સામે આવ્યો છે. સુરતના વરાછા ખાતે આેલ મેડ ઓવર ગ્રિલ્સમાં જમવા ગયેલા વ્યક્તિઓને કડવો અનુભવ થયો હતો જેમાં મીઠાઈમાં ઈયળ દેખાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતીઓ સ્વાદપ્રિય હોય સુરતીઓ ખાવા પિવાના શોખીન હોવાના કારણે સુરતમાં અનેક હોટલો અને રેસ્ટોરાં ચાલી થઈ છે જો કે કેટલીક રેસ્ટોરાં અને હોટલો લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે હાલમાં સુરતની પ્રખ્યાત એવી વરાછાની મેડ ઓવર ગ્રીલનો વિડીયો વાયરલ થયો છે. વરાછા વિસ્તારમાં આવેલી મેડ ઓવર ગ્રિલ્સ નામની હોટલમાં સ્વીટ મીઠાઈમાં ઈયળ દેખાતા ખાવા આવેલા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યારે હવે વાયરલ વિડીયોને લઈ મેડ ઓવર ગ્રિલ્સ આ મામલે શુ નિવેદન આપે છે તે જોવુ રહ્યું…