સચીન પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ફરાર આરોપી
વચગાળાની રજા પર બહાર આવી બે વર્ષથી ફરાર
આરોપી ભાઉસાહેબ ઉર્ફે ભાવેશ શિવાજી પટેલને પકડ્યો
સુરત સચીન પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણામાં ઝડપાયા બાદ વચગાળાની રજા પર બહાર આવી બે વર્ષથી ફરાર થયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ લાજપોર જેલમાંથી વચગાળાના કે ફર્લો રજા લઈ ફરી હાજર ન થયેલા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે વર્ષ 2023માં આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા બાબતે સચીન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલો આરોપી ભાઉસાહેબ ઉર્ફે ભાવેશ શિવાજી પટેલ લાજપોર જેલમાંથી વચગાળાની રજા પર બહાર આવી ભાગી છુટ્યો હતો જે હાલ મહારાષ્ટ્ર હોવાની માહિતી મળતા બે વર્ષે ક્રાઈમ બ્રાન્ચે તેને જલગાંવથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
