સુરતના અલથાણ વિસ્તારમાંથી છ મહિનાથી ગુમ થયેલા બાળકને પોલીસે શોધી કાઢ્યો
પોલીસે બાaળકને તેની માતાની સોપી દીધો અને પ્રસંશનીય કામગીરી
સુરતની અલથાણ પોલીસે છ મહિનાના ગુમ થઈ ગયેલા બાળકને શોધી તેની માતાને સોંપી પ્રસંશનીય કામગીરી કરી હતી. તો આ બનાવમાં પતિ જ પત્નિ પાસેથી ઝઘડો થતા બાળકને લઈ ગયો હોવાનુ સામે આવ્યુ છે.
સુરત પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર ટુ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર, મદદનીશ પોલીસ કમિશનર એચ ડીવીજનની સુચનથી પોલીસ ઈન્સપેક્ટર ડી.ડી. ચૌહાણ તથા પોલીસ ઈન્સ્પેક્ટર સી.કે. નીનામાના માર્ગદર્શન હેઠળ અલથાણ સંગીની સર્કલ પાસે આવેલ ખુલ્લા મેદાનમાં રહેતા મુળ ભાવનગનરા પરિવારમાં પતિ પત્નિ વચ્ચે અણ બનાવ થતા પતિ છ મહિનાના બાળકને લઈ નાસી ગયો હતો જે અંગે ત્વરિત તપાસ કરી પોલીસે છ મહિનાના બાળકને શોધી કાઢી માતાને સોંપતા પોલીસની કામગીરીથી માતાએ પ્રસન્ન થઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.