સુરતના મોટા વરાછામાં કારગીલ વિજય દિવસની ભવ્ય ઉજવણી
સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ
100 ફૂટના વિશાળ તિરંગાનું ધ્વજારોહણ, સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ
સુરતના મોટા વરાછામાં કારગીલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા અને અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 100 ફૂટના વિશાળ તિરંગાનું ધ્વજારોહણ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સુરતના મોટા વરાછા ખાતે સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 100 ફૂટના વિશાળ તિરંગાનું ધ્વજારોહણ કર્યું હતું. સાથે જ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી કારગીલના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
