સુરત ભેસ્તાન પોલીસે ઉન હત્યા કેસના લસ્સી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
બે આરોપી ફ્રેક્ચરની પટ્ટી સાથે હાજર થતાં પોલીસ ચોંકી
સુરતની ભેસ્તાન પોલીસે ઉન વિસ્તારમાં એકની હત્યા કરી બીજાને હોસ્પિટલે પહોંચાડનાર માથાભારે લસ્સી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલા ત્રણમાંથી બે સભ્યો ફ્રેક્ચરની પટ્ટીઓ બાંધી હાજર થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાનના ભીંડી બજાર સ્થિત આવેલ ખલીલ ટી સેન્ટર ખાતે થયેલી આ સનસનાટીભરી હત્યામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સગીર યુવક શકીલનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી સોહેલના મિત્ર શકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો. આ જૂની અદાવતની માથાકૂટ ચાલી રહી હતી. હુમલા સમયે આરોપીઓએ શકીલને તું શા માટે મારા મિત્રને ઠપકો આપે છે? તેમ કહીને ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે શકીલનું ઘટના સ્થળે જ કરપીણ મોત નીપજ્યું હતું. તો આ હતયાને આપી ભાગી છુટેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શૂ કરી હતી અને અંતે ભેસ્તાન પોલીસે સલમાન લસ્સી ગેંગના મુખ્ય ત્રણ આરોપીઓ સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી, ઈમરોઝ ઉર્ફે દાલ ચાવલ અને શાહરૂખ અન્સારીની ધરપકડ કરી છે. જોકે, પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓમાંથી આરોપી શાહરૂખ અન્સારી હાથમાં ફ્રેક્ચરની પટ્ટી બાંધીને આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે મારામારીના કેસમાં તેને ઈજા થઈ છે. જ્યારે બીજા આરોપી ઈમરોઝ ઉર્ફે દાલ ચાવલે જણાવ્યું કે, તે બાઇક પરથી પડી ગયો હોવાથી તેને ઈજા થઈ છે. આ લસ્સી ગેંગના મુખ્ય સભ્યો જે રીતે ઈજાગ્રસ્ત અવસ્થામાં પોલીસ સમક્ષ હાજર થયા તેનાથી પોલીસને તેમની ઉપર સંપૂર્ણ શંકા ગઈ છે. હાલ તોપીલે ત્રણેયની વદુ તપાસ હાથ ધરી છે.
