સુરતના ડુમસ વિસ્તારમાં છ શિયાળ જોવા મળ્યા
મિત્રો સાથે ફરતી વેળાએ યુવકે શિયાળ રોડ પર ફરતા જોયા
6 ગોલ્ડન જેકલનું સમૂહ ઝાડી તરફ જોવા મળ્યું
યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતાર્યો
સુરતના ડુમસમાં વન પ્રાણીઓ જોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હાલમાં ડુમસમાં મિત્રો સાથે ફરી રહેલા એક યુવાને પોતાના કેમેરામાં છ જેટલા ગોલ્ડન જેકલનુ સમુહ ઝાડી તરફ જતુ હોવાનો વિડીયો કંડાર્યો છે.
સુરતના ડુમસ વિસ્તારમાં અગાઉ જંગલી પ્રાણીઓ દેખાયા હોવાનુ સામે આવી ચુક્યુ છે ત્યારે ફરી ડુમસમાં શિયાળ હોવાનુ સામે આવ્યુ છે. સુરતના ડુમસ વિસ્તારમાં છ શિયાળ જોવા મળ્યા છે. મિત્રો સાથે ફરતી વેળાએ એક યુવકે શિયાળ રોડ ઉપર ફરતા જોયા હતાં. યુવાનના તેના કહેવા મુજબ છ જેટલા ગોલ્ડન જેકલનું સમૂહ ઝાડી તરફ જતું જોવા મળ્યું હતું. શિયાળ ને તેના ચાલવાની પદ્ધતિ પૂછળીથી ઓળખ કરી પોતાના મોબાઈલમાં વિડિયો કંડાર્યો હોવાનુ યુવાને જણાવ્યુ હતું.