નર્મદા ગરુડેશ્વરનો વિયરડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો,
કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું,
નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ જળસપાટી 119 મીટર
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ જળસપાટી 119 મીટર થઇ છે.
મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં હાલ જળસપાટી 119 મીટર પહોચી અને ડેમમાં 2723 mcm (મિલ્યન ક્યુબિક મીટર) પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે જો કે ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે એટલે પાવરહાઉસ દ્વારા 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયરડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. જેનો સુંદર મઝાનો નયનરમ્ય આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ચોમાસામાંની સિઝનમાં વિયર ડેમ છલકાઈ રહ્યો છે. વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે તે વિયર ડેમનો સુંદર નજારો જોવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. ખાસ આ વિયરડેમ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ છે ત્યારે જે સ્ટેચ્યુ પાસે આવેલ વિયર ડેમ જે 14 મીટર ઉંચો અને 1500 મીટર લાંબો ડેમ પણ ઓવરફ્લો થયા હાલ આહલાદક દ્રષ્યો સર્જાયા છે….