સુરત જિલ્લાના માંડવી નગરમાં સતત વરસી રહેલ વરસાદ
જોરા ફળિયામાં એક મકાન પર દિવાલ પડતા ઘરને વ્યાપક નુકસાન
સુરત જિલ્લાના માંડવી નગરમાં સતત વરસી રહેલા વરસાદ અને વાવાઝોડાના કારણે જોરા ફળિયામાં એક મકાન પર દિવાલ પડતા ઘરને વ્યાપક નુકસાન થયું
સુરત જિલ્લાના માંડવી તાલુકા નગરના સતત વરસી રહેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જોરા ફળિયામાં રહેતા અમૃતભાઈ મગનભાઈ ગામીતના ઘર પર રામજી મંદિરની કમ્પાઉન્ડ વોલ પડતા ઘરને વ્યાપક નુકસાન થવા પામેલ છે, તેમજ ઘરની ઘરવખરી તેમજ કબાટો ગેસનો ચૂલો તેમજ ઘરનો સામાન કચ્ચરઘાણ વળી ગયો છે આ બનાવ સવારે 7:00 કલાકે બનવા પામ્યો હતો સદનસીબે કોઈ જાનહની થઈ નથી, આ બનાવની જાણ થતા માંડવી નગર પાલિકા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ તેમજ વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર તથા માંડવી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તેમજ માંડવી પાલિકા ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી સામાન ખસેડવામાં મદદરૂપ થયા હતા. ઘરને વ્યાપક નુકસાન થયેલ હોય ઘર માલિકને સરકાર દ્વારા યોગ્ય સહાય મળે એવી આશા સેવાઈ રહી છે….