સુરતના યોગીચોકમાં 15 દિવસથી દુષિત પીવાનુ પાણી

Featured Video Play Icon
Spread the love

સુરતના યોગીચોકમાં 15 દિવસથી દુષિત પીવાનુ પાણી
કોંગ્રેસ નેતાઓએ સ્થળે પહોંચી અસરગ્રસ્તોની મુલાકાત લીધી
લોકોના આરોગ્યની પણ તપાસ કરવાની માંગ

સુરતના યોગીચોક વિસ્તારમાં 15 દિવસથી દુષિત પીવાનુ પાણી આવી રહ્યુ હોય જેને લઈ કોંગ્રેસ નેતાઓએ સ્થળે પહોંચી અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

સુરતના યોગીચોક વિસ્તાર સાવલીયા સર્કલ પાસે છેલ્લા 15 દિવસથી દૂષિત પીવાનું પાણી આવી રહ્યું હોય જેના કારણે આ વિસ્તારમાં લોકોનું આરોગ્ય જોખમાયું હોય અને ઝાડા ઉલ્ટીના કેસો થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા લોકો દ્વારા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરી ને ટેલિફોનીક ફરિયાદ કરાતા ડો. તુષારભાઈ ચૌધરી, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા, રાજુભાઈ ભાલાળા સહિતના આગેવાનોએ સાથે અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત કરી હતી અને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી તાત્કાલિક આ વિસ્તારમાં શુધ્ધ પીવાનું પાણી આપવામાં આવે અને લોકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવે એ મુજબ કાર્યવાહી કરવા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *