કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલાયા
ડેમમાંથી 11,857 ક્યુસેક પાણી કરજણ નદીમાં પાણી છોડાયું
કરજણ ડેમની જળ સપાટી 103.76 મીટરે નોંધાઇ
કરજણ ડેમ 49.57 ટકા ભરાયો
1.5 મેગાવોટ નું એક યુનિટ ચાલુ કરાતા વિજ ઉત્પાદન પણ શરૂ થયું
છેલ્લા બે દિવસથી ડેડીયાપાડા સાગબારાના ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણેપાણીની આવક વધતા કરજણ ડેમમાં પાણીની આવક વધવા પામી છે.કરજણ ડેમમાં પાણીની આવક વધવાથી કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે
વીઓ : કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી છે. કરજણ ડેમના હાલ 1.80 પહોળા ત્રણ દરવાજા ખોલીને તેમાંથી 11,857 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ કરજણ ડેમની જળ સપાટી 103.76 મીટર નોંધાઇ છે. કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 243.07 મિલિયન ઘન મીટર છે. જ્યારે ગ્રોસ સ્ટોરેજ 267.08 મિલિયન ઘન મીટરછે. કરજણ ડેમ 49.57 ટકા ભરાયો છે. નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં 215 મી.મી જેટલો વરસાદ નોંધાતા આજે ડેમની જળ સપાટી 103.76 મીટરે નોંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ જળાશયમાંથી સરેરાશ 214.50 ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહને કારણે સ્મોલ હાઇડ્રો પાવરમાં 1.5 મેગાવોટનું એક યુનિટ ચાલુ કરાતા વિજ ઉત્પાદન પણ થઇ રહ્યું છે…