અમરેલી મદદનીશ ઇજનેર તુષારભાઈ કેશરીયાને માર મારવાના આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

અમરેલી મદદનીશ ઇજનેર તુષારભાઈ કેશરીયાને માર મારવાના આક્ષેપ
અમરેલી તાલુકા પંચાયતના ટીડીઓએ કર્યા ખુલ્લાસા….

અમરેલી મદદનીશ ઇજનેર તુષારભાઈ કેશરીયાને માર મારવાના આક્ષેપના મામલે અમરેલી તાલુકા પંચાયતના ટીડીઓએ કર્યા ખુલ્લાસા…..

અમરેલીમાં મદદનીશ ઇજનેર તુષારભાઈ કેશરીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ત્યાં તાપસ માટે ગયા હોય તે દરમિયાન માર મારવાની ઘટના બની હતી. અમરેલી તાલુકા પંચાયતમાં તારીખ 1 -05-2026 ના રોજ અધિકારીને બદલી ખાંભા ખાતે કરી આપવામાં આવેલ છે. અમરેલી તાલુકા પંચાયતના TDOએ જણાવ્યું હતું કે જો ૧-૫-૨૦૨૬ પછી આવી રીતના જતા હોય કે ગયેલ હોય, તો એ તાલુકા પંચાયત અમરેલીએ સોંપેલી કામગીરી નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનાબેન નાથાલાલ સુખડીયાએ ACB તેમજ ઉચ્ચ અધિકારીઓને અરજી કરી હતી. જેમાં અમરેલી તાલુકાના મદદનીશ ઇજનેર તુષાર કેશરીયા દ્વારા સરપંચો પાસેથી કામના બિલોને લઈને ઉઘરાણા કરવામાં આવતા હોવાના આક્ષેપ કરી તપાસની માંગ કરવામાં આવી ..

આક્ષેપ મુજબ રાગદ્વેષ રાખીને દેવભૂમિ દેવળીયા જવામાં આવ્યું હોવાની ચર્ચાઓ પણ સામે આવી રહી. સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે મદદનીશ ઇજનેર તુષારભાઈ કેશરીયા દેવભૂમિ દેવળીયા ખાતે ખરેખર કઈ તપાસ માટે ગયા હતા…? શું તેઓ સત્તાવાર તપાસમાં ગયા હતા કે પછી કોઈ અન્ય કારણસર ત્યાં પહોંચ્યા હતા…? આ સમગ્ર મામલે સત્ય શું છે તે હવે તપાસ બાદ જ સામે આવશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *