સુરતમાં આવાસ પ્રોજેક્ટોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આવાસ પ્રોજેક્ટોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ
જહાંગીરપુરા સુડા સાંસ્કૃતિક રેસીડેન્સીના રહીશોએ રોષ વ્યક્ત કર્યો
રસ્તાઓ ખોદેલી સ્થિતિમાં હોવાને કારણે વરસાદ દરમિયાન મુશ્કેલીની ભીતિ

સુરત શહેરમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા આવાસ પ્રોજેક્ટોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના મુદ્દા ફરી એકવાર સામે આવ્યા છે. જેમાં જહાંગીરપુરા સુડા સાંસ્કૃતિક રેસીડેન્સીના રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો.

સુરતના સુડા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા સાંસ્કૃતિક રેસીડેન્સી ખાતે રહેવાસીઓએ ગુજરાત ગેસ લાઈનના અધૂરા કામને લઈને રોષ વ્યક્ત કર્યો છે. રહેવાસીઓએ કહ્યુ હતુ કે ગુજરાત ગેસ કંપનીમાં ગેસ કનેક્શન માટે ઘણા સમય પહેલા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કંપની દ્વારા કોન્ટ્રાક્ટરને કામ પણ સોંપવામાં આવ્યું હતું. કરાર મુજબ ત્રણ મહિનામાં કામ પૂર્ણ થવાનું હતું, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થવા છતાં કામ અધૂરું રહ્યું છે. શરૂઆતમાં ગેસ લાઈનનું કામ ઝડપથી ચાલી રહ્યું હતું, પરંતુ બાદમાં કોન્ટ્રાક્ટરે મજૂરોની અછતનું કારણ આપી છેલ્લા દોઢ મહિનાથી કામ સંપૂર્ણપણે બંધ કરી દીધું હોવાનું રહીશોનું કહેવું છે. ચોમાસું નજીક આવતા રહીશોમાં ચિંતા વધી રહી છે.

રસ્તાઓ ખોદેલી સ્થિતિમાં હોવાને કારણે વરસાદ દરમિયાન વધુ મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે રહીશોએ ગુજરાત ગેસ કંપનીના મેનેજરનો સંપર્ક સાધતા મેનેજર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, આગામી દસ દિવસમાં કામ શરૂ નહીં થાય તો કોન્ટ્રાક્ટર બદલી દેવામાં આવશે અને ચોમાસા પહેલા સમગ્ર કામ પૂર્ણ કરવામાં આવશે. રહેવાસીઓએ વહેલી તકે ગેસ લાઈનનું કામ પૂર્ણ કરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *