સુરતમાં લાયસન્સ વગર ફટાકડા વેચનાર પર દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લાયસન્સ વગર ફટાકડા વેચનાર પર દરોડા
પોલીસે દરોડા પડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતની લાલગેટ પોલીસે ડબગરવાડમાં લાયસન્સ વગર ફટાકડા વેંચાણ કરનાર દુકાનદારને ત્યાં દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં દિવાળી સમયે ફટાકડા વેંચવા માટે લાયસન્સ લેવુ ફરજીયાત છે જો કે તેમ છતા કેટલાક લોકો લાયસન્સ લેતા નથી. ત્યારે સુરતની લાલગેટ પોલીસે ડબગરવાડમાં લાયસન્સ વગર ફટાકડાનુ વેચાણ કરનાર બે દુકાનદારોને ઝડપી પાડ્યા હતા અને તેઓને ત્યાંથી 1.84 લાખનો ફટાકડાનો માલ સીઝ કર્યો હતો. તો ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપ નામની દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો પણ ન હોવાનુ સામે આવ્યુ છે. જેથી ફાયર સેફટી વગર ચાલતી ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી અનેકવાર જાનહાની અને લોકોને નુકશાની થઈ હોય પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *