ભાવનગરમાં શૈલેશ કામ્બડે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં શૈલેશ કામ્બડે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
ભરતભાઈ કામ્બડનું અપહરણ કરવામાં આવ્યું છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત કરવામાં આવી

ભાવનગરમાં ભરતભાઈ કામ્બડના ભાઈ શૈલેશ કામ્બડે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમના ભાઈનું અપહરણ કરવામાં આવ્યું છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત કરવામાં આવી છે.આ ઘટનાના પગલે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં ભરતભાઈ કામ્બડના ભાઈ શૈલેશ કામ્બડે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત થતા મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ એસ.પી કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને આ કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ સમગ્ર મામલે વધુ એક વળાંક ત્યારે આવ્યો જ્યારે અપહરણ સંબંધિત એક વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે આ વિડિઓની સચ્ચાઈ અંગે પોલીસે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.હાલ પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સત્ય બહાર લાવવા માટે તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ શું નવા ખુલાસા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *