સુરતમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું
મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ જોડાઈ
પયગંબર હઝરત મોહમ્મદના સન્માનમાં રેલી યોજાઈ
સુરતના ખ્વાજા નગર, માન દરવાજા વિસ્તારમાં આજ મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ ના સન્માનમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ જોડાઈ હતી.
પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ ના સન્માનમાં માન દરવાજા પાસેથી મુસ્લિમ મહિલાઓએ મૌન રેલી યોજી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ ભાગ લીધો હતો. રેલી દરમ્યાન મહિલાઓએ પ્લે કાર્ડ લઈને પોતાની લાગણી વ્યક્ત કરી, જેના પર પયગંબર સાહેબના સંદેશાઓ અને ઉપદેશો લખ્યા હતા. આ મૌન રેલી શાંતિ અને એકતાનો સંદેશ પ્રસારિત કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવી હતી. તો સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી.
