સુરતમાં આજે ભવ્ય જ્વેલરી ફેશન શોનું આયોજન
પ્રસંગે ભવ્ય જ્વેલરી ફેશન શોમાં મોડલોએ ઓજસ પાથર્યું
સુપર મૉડલ્સે 3,000થી વધુ અનોખી જ્વેલરી ડિઝાઇન રજૂ કરી
સુરત વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ સોનાની જ્વેલ્સનું આજરોજ શહેરના ઘોડદોડ રોડ સ્થિત જી-૪, જેસીએસ આર્કેડ ખાતે શરૂ થયો ત્યારે આ શોરૂમના ઉદ્ઘાટનની ઉજવણીના ભાગરૂપે આજરોજ સાંજે એક ભવ્ય જ્વેલરી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના ટોપ સુપર મૉડલ્સે 3,000થી વધુ અનોખી જ્વેલરી ડિઝાઇન રજૂ કરી હતી.
જ્વેલરી ફેશન શોની ખાસિયત આ ફેશન શો બે સિક્વન્સ યોજાયો હતો. જેમાં પ્રથમ સિક્વન્સ સાંજે 7:00થી 7:30 અને બીજી સિક્વન્સ રાત્રે 8:00થી 8:30 વાગે યોજાઈ હતી. બંને સિક્વન્સમાં કુલ 15 મૉડલ્સે 300થી 400 અલગ-અલગ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ડિઝાઇન પહેરીને રેમ્પ વૉક કર્યું હતું, જેમાં 18 કેરેટ, 14 કેરેટ અને 9 કેરેટ ગોલ્ડની જ્વેલરીનો સમાવેશ હતો. આ ફેશન શો દ્વારા સોનાની જ્વેલ્સે પોતાની ફેક્ટરીમાં બનાવેલી આકર્ષક અને નવીન ડિઝાઇનની જ્વેલરીને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. આ શો ફેશન, લક્ઝરી અને રોયલ ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક સમાન બની રહ્યો હતો. આ પહેલા સવારે સોનાની જ્વેલ્સના શોરૂમનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી, તેમજ અતિથિ વિશેષ તરીકે સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત, જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારઘી અને વિનસ ગ્રૂપના ચેરમેન શ્રી એસ. પી. શાહ ઉપસ્થિત રહ્યા. આ શોરૂમ 18,000 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરમાં ફેલાયેલો છે, જે તેને વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ બનાવે છે શોરૂમના સંચાલક શ્રી અગસ્ત્યસોનાની એ જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેની અનોખી ડિઝાઇન અને સસ્તી કિંમતોને કારણે ફેશન અને લક્ઝરી ઇન્ડસ્ટ્રીમાં તેનું મહત્વ વધી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે 25 વર્ષથી આ ઉદ્યોગમાં છીએ, ડાયમંડ ગ્રોઇંગથી શરૂઆત કરી, લૂઝ ડાયમંડના વૈશ્વિક વેચાણથી લઈને જ્વેલરી ઉત્પાદન અને હવે ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ સુધીની સફર રહી છે. ગ્રાહકો www.sonani.com પર વિવિધ જ્વેલરી ડિઝાઇન જોઈ શકે છે અને શોરૂમ દ્વારા ફ્રી શિપિંગની સુવિધાનો લાભ લઈ શકે છે. ઉદ્ઘાટનની ઉજવણી 22થી 24 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસના ઇનોગ્રેશન સેરેમની સાથે ચાલુ રહેશે. તેઓએ જણાવ્યું હતું કે સોનાની જ્વેલ્સ ગ્રાહકોને નવીન ડિઝાઇન, ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી કિંમતોનું વચન આપે છે, જે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના શોખીનો માટે એક આદર્શ સ્થળ બની રહેશે.
