માંડવીમાં રસ્તાઓની પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી.
વરસાદને કારણે રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા
માંડવીના જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી.
ચોમાસાની મોસમ દરમિયાન ભારે વરસાદને પગલે માંડવી તાલુકાના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકોને તેમજ રાહદારીઓને પણ ભારે મુશ્કેલી પડતી હતી જેને અનુલક્ષીને આજરોજ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં વરસાદના વિરામના કારણે રસ્તાઓ પર ખાડા પડી ગયેલ હોય તેનું પેચવર્ક નુ કામ ઉમરસાડી થી કમલાપોર સુધીનું રસ્તાનું પેચવર્કની કામગીરી ફુલજોરમાં કરવામાં આવી રહી છે જેથી રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો,રાહદારીઓ ને રાહત થવા પામી છે.
