ડાંગ : નિશાણા ગામની આંગણવાડી જરજરિત હાલતમાં
નવી આંગણવાડી બનવવામાં આવે તેવી લોકોની માંગ
ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના નિશાણા ગામે આંગણવાડી ની હાલત જરજરિત છે કહેવાય છે કે મોડલ ગુજરાત માં જ્યારે વિકાસ ની વાત થય રહી હોય ત્યારે આવા નાના ભૂલકાઓ માટે આંગણવાડી જ નથી આ વાત છે
ડાંગ જિલ્લામાં આવેલ સુબીર તાલુકા નું ગામ નિશાના ની જ્યાં વર્ષો પહેલા બનાવામાં આવેલ આંગણવાડી જ છે ત્યાં હજુ નવી ઇમારત એટલેકે નવી આંગણવાડી બની નથી. જ્યારે મજબૂરી માં ભાડે ના કાચામકાન માં ચલાવા મજબૂર છે. જ્યાં ટપકતી છત વચ્ચે શૌચાલયની સુવિધા વગર રમતગમતના સાધનો મૂકી શકાય તેવા મેદાન વગર દયનીય હાલતમાં છે ત્યારે ત્યાંના લોકો નાના ભૂલકાઓ નું ભવિષ્ય અંધારામાં જોઈ રહ્યા છે ત્યારે એમની માંગ છે કે નવી આંગણવાડી જલ્દી થી જલ્દી બને એમ ચોક્કસ પણે કહી શકાય કે જ્યારે પાયો વ્યવસ્થિત ના હોય તો મકાન કેવી રીતે સુરક્ષિત હોઈ શકે જ્યારે આંગણવાડી જ આવી હોય તો ભવિષ્ય કેવી રીતે સુધરે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો ની માગ ઉઠી છે કે ત્યાંના સરપંચ તલાટી લોકો પણ ગામ પર ધ્યાન આપે અને જે આંગણવાડી પાછલા 2022 થી પાસ થઈ ગઈ છે તે હજુ સુધી કેમ નથી બની ?શું કારણ છે તંત્ર નું કે આટલો વિલંબ કરી રહ્યા છે.
