માંડવી રાઇસ મિલની 60મી વાર્ષિક સાધારણ સભા કૃષિમંગલ હોલ ખાતે યોજાય.

Featured Video Play Icon
Spread the love

માંડવી રાઇસ મિલની 60મી વાર્ષિક સાધારણ સભા કૃષિમંગલ હોલ ખાતે યોજાય.
ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા પણ મળી

માંડવી રાઇસ મિલની 60મી વાર્ષિક સાધારણ સભા માંડવીના કૃષિમંગળ હોલ ખાતે પ્રમુખ નરપતસિંહ વાંસિયા અને સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

આ પ્રસંગે એજન્ડા પરના તમામ કામો પ્રમુખે વાંચનમાં લેતાં સર્વાનુમતે મંજૂર કરાયાં હતાં. ઉપરાંત સંસ્થાના ડિરેક્ટરો અને સભાસદોને સંસ્થાની પ્રગતિમાં આપેલા સહયોગને વધાવી લીધો હતો. સાંસદ પ્રભુભાઈએ આરોગ્ય કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તથા સહકારી સંસ્થાની ઉત્તરોત્તરની પ્રગતિની સરાહના કરી હતી. જ્યારે ખરીદ વેચાણ સંઘની 74મી સાધારણ સભા પ્રમુખ રામસિંગભાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ પ્રસંગે એજન્ડાનાં તમામ કામોને બહાલી આપી હતી. આ પ્રસંગે ઈફ્કો કંપનીના પ્રતિનિધિ દર્શનભાઈ કોરાટે ખેડૂતોને નેનો યુરિયા, ને ડીએપી, સાગરિકા લિક્વિડ ખાતર લાભ લેવા અનુરોધ કર્યો હતો. જે ઓછા ખર્ચ સાથે ખેડૂતોની આવક પણ વધારો થઈ શકે. આ પ્રસંગે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ મઢી સુગર ફેક્ટરી ના ડિરેક્ટર નટુભાઈ રબારી રાઈસ મીલના મેનેજર પ્રવિણસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા અંતેઆભાર વિધિ રાઇસ મિલના ડિરેક્ટર કનુભાઈ પટેલે કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *