તાપી: ઉકાઈ ના લોકો માટે આનંદનો પળ
રાજ્ય સરકારે ઉકાઈને તાલુકો તરીકે જાહેર કર્યો
લાંબા સમયથી નાગરિકો તાલુકાની માંગ કરી રહ્યા હતા
તાલુકાની જાહેરાત થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી
તાપી જિલ્લાના ઉકાઈ ના લોકો માટે આનંદના પળો સર્જાઈ રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ અને જનહિતના પ્રયાસોને ધ્યાને લઈ રાજ્ય સરકારે ઉકાઈને તાલુકો તરીકે જાહેર કર્યો છે.
ઉકાઈ વિસ્તાર તાપી જિલ્લાના મહત્વના ભાગોમાંથી એક છે, જ્યાં ઉકાઈ ડેમ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, તેમજ આદિવાસી વિસ્તારનો વિકાસ સતત ચર્ચામાં રહ્યો છે. તાલુકાની જાહેરાત થતાં હવે અહીંની જનતાને , mamlatdar કચેરી, પોલીસ સ્ટેશન, આરોગ્ય, શિક્ષણ સહિતની જરૂરી સરકારી સેવાઓ સ્થાનિક સ્તરે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. લાંબા સમયથી અહીંના નાગરિકો તાલુકાની માંગ કરી રહ્યા હતા. હવે તાલુકાની જાહેરાત થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વિકાસના નવા દ્વાર ખુલે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. સરકારના આ નિર્ણયથી તાપી જિલ્લાના વિકાસયાત્રામાં એક નવું પાનું ઉમેરાયું છે. ઉકાઈ તાલુકાની રચના સ્થાનિક લોકો માટે સુવિધા, પારદર્શિતા અને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
