સુરતમાં ક્રિપ્ટોમાં નફાની લાલચ આપી છેતરપિંડી
ઈકો સેલની ટીમે ઠગ દંપતિને કચ્છથી ઝડપી પાડ્યા
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે સારો નફો આપવાનુ કહી કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર ઠગ દંપતિને ઈકો સેલની ટીમે કચ્છથી ઝડપી પાડ્યા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની સુરતના વિકાસ કાકડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સાથે કચ્છમાં રહેતા મિત્ર થકી ઠગ જયેશ પટેલનો સંપર્ક થયો હતો અને વિશ્વાસ તથા ભરોસો કેળવી ઠગ જયેશ પટેલ અને તેની પત્નિએ વિકાસ કાકડીયા ને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર સારો નફો મશે તેવી લોભામણી લાલચ આપી તેઓ તથા તેઓના પરિવારના સભ્યો અને સંબંધીઓ પાસેથી 6 કરોડ 50 લાખ 9 હજારથી વધુ પડાવી લીધા બાદ નફાના 2 કરોડ 26 લાખ 29 આપ્યા બાદ બાકી રૂપિયા કે નફો ન આપી ઠગાઈ આચરી હતી જે અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઠગ જયેશ હસમુખ પટેલ ભાદાણી અને તેની પત્નિ દિપાબેન જયેશ પટેલ ભાદાણીને કચ્છથી ઝડપી પાડી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
