કર્નલ સોફિયાએ કહ્યું- પાકિસ્તાને પંજાબ એરબેઝ પર મિસાઇલ છોડી
ભારતે વીણી-વીણીને PAK મિલિટરી ઠેકાણાંને ટાર્ગેટ કર્યા,
S-400 અને બ્રહ્મોસ બેઝ ઉડાડી દેવાનો દાવો નકાર્યો
ભારત અને પાકિસ્તાન સતત એકબીજા સામે લશ્કરી કાર્યવાહી કરી રહ્યા છે. દરમિયાન શનિવારે વિદેશ અને સંરક્ષણ મંત્રાલયે એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાન સતત ભારત પર મિસાઇલોથી હુમલો કરી રહ્યું છે. તેણે હાઇ-સ્પીડ મિસાઇલો છોડી અને ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભુજ એરબેઝ પર હુમલો કર્યો, જેનાથી આપણને નુકસાન થયું.
આજની પત્રકાર બ્રીફમાં માહિતી આપતા કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમીંકા સિંઘે કહ્યું હતું કે પાકિસ્તાને હોસ્પિટલ અને સ્કૂલને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો. બ્રહ્મોસ સુવિધાનો નાશ કરવાનો દાવો ખોટો છે. S-400 ડિફેન્સ સિસ્ટમ સલામત છે. કર્નલ સોફિયા કુરેશી સાથે પ્રેસ-કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર હતાં.
સુરતગઢ અને સિરસા એરબેઝ સુરક્ષિત છે જેના સરકારે પુરાવા આપ્યા. છે
વિક્રમ મિશ્રીએ કહ્યું – છેલ્લી 2-3 પ્રેસ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની પ્રવૃત્તિઓ તણાવ વધારવા માટે કામ કરી રહી છે. તે આપણને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે. જવાબમાં ભારતે રક્ષણાત્મક વલણ અપનાવ્યું. આજે સવારે ફરી એકવાર પાકિસ્તાને ઉશ્કેરણીજનક અને તણાવ વધારનારી કાર્યવાહી કરી.
પાકિસ્તાને આદમપુર, સુરતપુર, S-400, નાગરોટા દારૂગોળો કેન્દ્ર, બ્રહ્મોસ ફેસેલટીનો નાશ કરવાનો દાવો કર્યો હતો. અમે તેને નકારીએ છીએ. કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી અને અખનૂરમાં તોપ અને મોર્ટારથી ભારે ગોળીબાર ચાલુ છે. પાકિસ્તાનની આ કાર્યવાહી પછી, તાત્કાલિક વળતો હુમલો કરવામાં આવ્યો. રફીકી, મુરીદ, ચકલાલા, રહેમાનયાર ખાન ખાતેના પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર શસ્ત્રો અને લડાકુ વિમાનોથી હુમલો કરવામાં આવ્યો. સિયાલકોટ એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અમને ખાતરી કરી કે ઓછામાં ઓછું કોલેટરલ નુકસાન થાય. પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો.
અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ મિસરીએ આતંકવાદીઓના જનાજાના ફોટા બતાવ્યા. તેમણે કહ્યું, ‘જો ફક્ત નાગરિકો જ માર્યા ગયા હોત તો આતંકવાદી (લશ્કર-એ-તૈયબાના કમાન્ડર હાફિઝ અબ્દુલ રૌફ) સાથે સેનાના અધિકારીઓના ફોટા કેમ દેખાયા? આતંકવાદીઓ પાકિસ્તાની ઝંડામાં લપેટાયેલા હતા.’કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી