ગુજરાતમાં હવામાન વિભાગની ચિંતાજનક આગાહી.

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં હવામાન વિભાગની ચિંતાજનક આગાહી.
વિધિવત ચોમાસાના આગમન માટે હજુ જોવી પડશે રાહ.
18 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે સક્રિય.

ગુજરાતના હવામાન અંગેની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય નહીં. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારમાં વરસાદની આગાહી નથી

ગુજરાત હોય કે દેશ, હવામાન ગમે ત્યારે બદલાઈ રહ્યું છે. ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનો ડર સતાવી રહ્યો છે. હવામાન વિભાગની તાજી ચેતવણી દર્શાવે છે કે, આગામી 24થી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, 19 રાજ્યોમાં હવામાન અચાનક જોખમી સ્વરૂપ લઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિ તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે, માત્ર વરસાદ જ નહીં, આંધી વંટોળ, વીજળી પડવી જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય ખૂબ જ નાજુક માનવામાં આવી રહ્યો છે. કારણ કે તેજ પવન અને કરા પડવાને લીધે પાકને નુકસાન થઈ શકે છે. આ વખતે ચોમાસાની ગતિ ઘણી રસપ્રદ અને થોડી ચિંતાજનક પણ લાગી રહી છે. ત્યારે ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી જોઈએ. ગુજરાતના હવામાન અંગેની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય નહીં. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારમાં વરસાદની આગાહી નથી. અન્ય વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. ગુજરાતમાં 21મી જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 17મી તારીખથી વરસાદની તીવ્રતા થોડી વધી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે, દક્ષિણ અને પૂર્વ ભારતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં ગરમી હજુ પણ પોતાનો પ્રભાવ બતાવી રહી છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજ વધવાને કારણે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશમાં ચોમાસાના આગમનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, યુપી, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વાવાઝોડા જેવી પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી આશંકાઓએ તંત્રની ચિંતા વધારી દીધી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *