સુરતમાં ચીટીંગના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા રીઢા ઝડપાયો
પીસીબીની ટીમે આરોપીને મુંબઈ થી ઝડપી પાડ્યો
નરપતસિંહ દિપસિંહ રાજપુત ચૌહાણની ધરપકડ
પુણા તથા ઉધના પોલીસ મથકમાં ચીટીંગના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા રીઢાને પીસીબીની ટીમે મુંબઈથી ઝડપી પાડી પાડ્યો છે.
સુરત પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલેતોના આદેશને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. આર.એસ. સુવેરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ અશોક લુણીની બાતમીના આધારે પુણા અને ઉધના પોલીસ મથકમાં છ વર્ષથી ચીટીંગના ગુનામાં નાસતા ફરતા નરપતસિંહ દિપસિંહ ચૌહાણને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો. મુળ રાજસ્થાનનો અને હાલ ઈસ્ટ મુંબઈમાં રહેતા આરોપી નરપતસિંહ દિપસિંહ રાજપુત ચૌહાણએ સુરતમાં વર્ષ 2018 અને 2019 દરમિયાન ઠગાઈ આચરી હોવાની કબુલાત કરી હતી.