સુરતમાં લેન્સ કાર્ટ કંપનીના વિરોધમાં હિન્દૂ સંગઠન
આંતર રાષ્ટ્રિય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિરોધ
સરથાણામાં લેન્સ કાર્ટ કંપનીનુ પુતળા દહન કરાયુ
સુરતમાં લેન્સ કાર્ટ કંપનીના વિરોધમાં આંતર રાષ્ટ્રિય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો હતો.
સુરતના સરથાણા ખાતે આવેલ લેન્સ કાર્ટ સ્ટોર સુધી આંતર રાષ્ટ્રિય હિન્દુ પરિષધ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રેલી આકારે પહોંચી વિરોધ કરાયો હતો. અને લેન્સ કાર્ટ કંપની દ્વારા પિડીત સાથે કરાયેલી જો હુકમીનુ પિડીત યુવાન દ્વારા રજુઆત કરાઈ હતી. તો સ્ટોર બહાર વિરોધ પ્રદર્શન કર્યા બાદ સુત્રોચ્ચાર કરી લેન્સ કાર્ટ કંપનીનુ પુતળા દહન કરાયુ હતું. જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી.
