ભરૂચ અંકલેશ્વરમાં ડીજીવીસીએલના સ્માર્ટ મીટરમાં ધડાધડ બ્લાસ્ટ.
કોસમડીના શ્રીજી દર્શન કોમ્પ્લેક્ષમાં મીટરોમાં આગ લાગી.
ટેક્નિકલ ખામીના કારણે આગ લાગી હોવાનું અનુમાન.
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં આવેલા શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે. ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં આવેલા શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં DGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોમાં અચાનક આગ લાગતા ગંભીર ઘટના બની છે . સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, મીટર ઇન્સ્ટોલેશન વખતે વાયરિંગમાં પૂરતી કાળજી લેવામાં આવી ન હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે
આગની ઘટના બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સલામતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળી વગર મુશ્કેલી અનુભવી રહેલા રહીશોએ વીજ કંપની પાસે તાત્કાલિક સમારકામની માગણી કરી છે.////કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી